કચ્છી બાંધણીનો હાથ વણાટનો દુપટ્ટો, અનંત અંબાણીના મેરેજ માટે તૈયાર થઈ રહ્યો છે, જાણો તેના વિશે
ભારતીય વારસાને જાળવી રાખવા માટે અંબાણી પરિવારે કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મેરેજ માટે બાંધણીના વણાટનું કામ સોંપ્યું છે.

અંબાણી પરિવારના આંગણે શરણાઈઓ ગુંજવાની તૈયારીમાં છે. મુકેશ અંબાણીના ઘરે તેનો પુત્ર અનંત અંબાણીના મેરેજ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. અંબાણીના ઘરે શુભ ઘડી આવવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ 2024 અંબાણી પરિવાર માટે ખાસ રહેવાનું છે.
હજારો ગિફ્ટ કેન્ડલ ડિઝાઈનનો ઓર્ડર
હવે ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેની એક ઝલક પણ સામે આવી છે. બીજી તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે હજારો ગિફ્ટ કેન્ડલ ડિઝાઈનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.
Join the conversation